આંકલાવ ધારાસભ્ય અમીત ચાવડા એ ગંભીરા ગામની મુલાકાત લીધી : રોડ બનાવી આપવા નિર્ણય કરાયો…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આંકલાવ વિધાનસભા મતવિસ્તારના જનનાયક અમીત ચાવડા આજરોજ ગંભીરા મુકામે લોકસંપર્ક કાર્યક્રમ અંતર્ગત મુલાકાતે હતા ત્યારે સ્થાનિક સીમ વિસ્તારના લોકોએ નળી માંથી પસાર થતા રસ્તા બાબતે ધારાસભ્યશ્રી ને રજુઆત કરતા અમિતભાઇ ચાવડા દ્વારા જાતે પરિસ્થિતિનું આંકલન કરી, લોકોની મુશ્કેલી સમજી તાત્કાલિક અસરથી રોડ બનાવી આપવા નો નિર્ણય કર્યો, આમ યુવાઓના આદર્શ નેતા અમિતભાઈ ચાવડાએ વધુ એકવાર એક ઉમદા અને અભૂતપૂર્વ નેતૃત્વની ઓળખ આપી.