અસલી ચોકીદારને ઓળખે દેશઃ PM સામે ઉભા રહેલા ઉમેદવારનું નિવેદન

લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન પતી ગયું છે અને લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં રાજકારણ દિવસે ને દિવસે ગરમાય રહ્યું છે. રાજનેતાઓના અનેક નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં ઘણા વિવાદાસ્પદ નિવેદન પણ સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશની વારાસણી લોકસભા સીટ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા BSFના સસ્પેન્ડ થયેલા જવાન તેજ બહાદુર યાદવે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

તેજ બહાદુરે કહ્યું હતું કે, તેના માટે રોજગાર, ખેડૂત અને જવાન સૌથી મોટો મુદ્દો છે. વારાસણીથી ઉમેદવારીની વાત કરતા તેજ બહાદુરે કહ્યું હતું કે, દેશને અસલી ચોકીદારની ઓળખાણ કરવી જોઇએ. મને પૂરો ભરોસો છે કે તેની જ જીત થશે.

ઉલ્લેખનીય છે કે, તેજ બહાદુર યાદવે પહેલા જ PM મોદી વિરુદ્ધ વારાસણીથી લડવાની જાહેરાત કરી દીધી હતી, પરંતુ સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવાર શાલિની યાદવનું નામ પાછા લેતા તેજ બહાદુરને પોતાના ઉમેદવાર બનાવી દીધો હતો. સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સિવાય આમ આદમી પાર્ટીએ પણ તેજ બહાદુરને પોતાનું સમર્થન આપ્યું છે.