અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જ છેઃ ભરત ઠાકોર

વિસનગરમાં કોંગ્રેસની પશુપાલકોની સભામાં બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે અલ્પેશ ઠાકોર અંગે આપેલા નિવેદને ચર્ચા જગાડી છે. ભરત ઠાકોરે કÌšં કે, અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ સાથે જ છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની કેટલીક જવાબદારીમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે કોઈ પગલાં લીધા નથી અને લેવાના પણ નથી. હું અલ્પેશ ઠાકોરના નજીક છું, અલ્પેશ ઠાકોર મારા રાજકીય ગુરુ છે. હું ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર સાથે જ છું. હું મતદારોનો વિશ્વાસ ક્્યારેય નહીં તોડું. હું કોંગ્રેસમાં જ રહીશ.
રાજીવ સાતવે અલ્પેશ ઠાકોર મામલે કÌšં હતું કે, અલ્પેશ ઠાકોર મામલે પ્રદેશ પ્રમુખને વાત કરી છે તે મામલો પૂર્ણ થઈ ગયો છે. ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલા નિવેદન કે, મુÂસ્લમ સમાજ કોંગ્રેસ તરફી છે તે મામલે રાજીવ સાતવે જણાવ્યું કે, મુખ્યમંત્રી માત્ર બે મહીના જ છે. બે મહિના બાદ તે મુખ્યમંત્રી નહીં રહે.
સાથે જ મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમને આશાબેન ઠાકોરે કÌšં કે, જ્યારે કોગ્રેસની સરકાર હતી ત્યારે ક્્યારે સહકારી ક્ષેત્રે અડચણ ઊભી કરી નથી. છેલ્લા ૫ વર્ષથી જે સરકાર આવી છે તેણે દૂધ સાગર ડેરીને હેરાન પરેશાન કરવાની રાજનીતિ કરી છે. હા ચોક્કસ અમે કોગ્રેસમાં જાડાઈ ગયા.