અર્જુન સાથે લગ્નને લઈ મલાઈકાએ આપ્યું મોટું નિવેદન

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના કથિત લગ્નના સમાચારો હાલ ચર્ચાનો વિષય બન્યા છે. કહેવામાં આવી રહ્યું હતું કે, તે બંને 19 એપ્રિલે લગ્ન કરશે. જોકે, બંનેએ આ વાતને લઈને કોઈ ખુલાસો નથી કર્યો પરંતુ બોની કપૂરે આ સમાચારને અફવા ગણાવ્યા હતા. હવે મલાઈકા અરોરાએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.હાલમાં જ મલાઈકા અને અર્જુનના વેકેશનના ફોટા સામે આવ્યા હતા. ત્યારબાદ બંનેના લગ્નના સમાચાર વહેતા થયા. મળતી માહિતી અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, 18થી 22 એપ્રિલની વચ્ચે મલાઈકા અને અર્જુન હિંદુ અને ક્રિશ્ચિયન રીત-રિવાજ અનુસાર ગોવામાં લગ્ન કરશે. જેમાં બંનેના ઘરના સભ્યો અને નજીકના લોકો સામેલ થશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નમાં સામેલ થનારા તમામ લોકો પોતાનું શિડ્યુઅલ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા છે. તો ચાલો જાણીએ કે આ અંગે મલાઈકાનું શું કહેવુ છે.જ્યારે મલાઈકાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે આ વાતને માત્ર અફવા ગણાવી હતી. મલાઈકાએ કહ્યું હતું કે, આ બેવકૂફીભરી અફવાઓમાં કોઈ સાતત્ય નથી. મલાઈકા અર્જુન સાથે પોતાના સંબંધોને લઈને ક્યારેય કશું નથી કહ્યું, પરંતુ અર્જુને ઈશારો-ઈશારોમાં ઘણું બધું કહી દીધુ છે.