અર્જુન કપૂર અભિનીત ‘ઇન્ડીઅર્સ મોસ્ટ વૉન્ટેડ’નું ટિઝર રિલીઝ

અર્જુન કપૂરની ફિલ્મ ‘ઇન્ડીઅર્સ મોસ્ટ વૉન્ટેડ’નું ટિઝર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ટિઝરમાં અર્જુન કપૂર જામે છે. આ ટિઝરમાં અર્જુન દેશનાં સૌથી મોટા આતંકવાદી જેણે અમદાવાદ, જયપુર, હૈદરાબાદ, પુણે, બેંગ્લુરુ,દિલ્હી, મુંબઇ જેવાં અનેક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા છે. તેની શોધમાં છે. આ ફિલ્મ ૨૪ મેનાં રોજ રિલીઝ થઇ રહી છે. જેનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે.
આ ફિલ્મ ૨૪ મેના રોજ રીલિઝ થશે. ત્યાં જ ટીઝર આજે રિલીઝ થયુ છે. આ ફિલ્મને લખી અને ડિરેક્ટ રાજકુમાર ગુપ્તાએ કરી છે. તેને પ્રોડ્યુસ ફોક્સ સ્ટાર સ્ટૂડિયોએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર ઉપરાંત રાજેશ શર્મા, પ્રશાંત એલેક્સેન્ડર, ગૌરવ મિશ્રા, આસિફ ખાન, શાંતિલાલ મુખર્જી, બજરંગબલી સિંઘ અને પ્રવિણ સિંહ સિસોદિયા લિડ રોલમાં છે.
૧૫ એપ્રિલનાં રોજ આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયુ હતું. જેની ટેગલાઇન છે ધ મેન હંટ બિગેન્સ. જે અર્જુન કપૂરે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કર્યુ હતું. આ પોસ્ટર પર સૌથી પહેલું રિએક્શન મલાઇકા અરોરાનું હતું.