અમેરિકી સંસદે ૧૯૦૦ અબજ ડોલરના કોરોના વાયરસ રાહત પેકેજને આપી મંજૂરી…

28

USA : અમેરિકાના સંસદમાં નીચલા ગૃહમાં પ્રતિનિધિ સભાએ ૧૯૦૦ અબજ ડોલરના કોરોના વાઇરસ રાહત પેકેજ સંબંધી વિધેયકને શનિવારે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના આ પેકેજ દ્વારા કોરોનાના રોગચાળામાં સંકટનો સામનો કરી રહેલા લોકો, વેપારીઓ, રાજ્યો અને શહેરોમાં નાણાકીય મદદ આપવામાં આવશે. પ્રતિનિધિ સભામાં ૨૧૨ વિરુદ્ધ ૨૧૯ મતોથી આ વિધેયકને પસાર કરવામાં આવ્યું છે. હવે આ વિધેયકને સેનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે, જ્યાં ડેમોક્રેટ લઘુતમ વેતન વધારવા નરમ વલણ અખત્યાર કરે એવી શક્યતા છે અને સરકારી મદદ અને અન્ય મુદ્દાઓ પર વિવાદ થઈ શકે છે. ગૃહમાં અલ્પ મતના નેતા કેવિલ મેરાર્થાએ કહ્યું હતું કે આમાં રકમની ફાળવણી યોગ્ય રીતે નથી કરવામાં આવી, જે આને લોકપ્રિય જણાવી રહ્યા છે હું તેમને કહીશ કે આ સંપૂર્ણ રીતે વિભાજિત છે.
અમેરિકા માટે આ ત્રીજું રાહત પેકેજ છે. ગયા વર્ષે તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે ટ્રિલિયન ડોલરના પેકેજની તુલનામાં આ થોડું નાનું પેકેજ છે.
ઉદારવાદી ડેમોક્રેટિકના બે શબ્યોએ પાર્ટીના અલગથી વિરુદ્ધ વલણ અખથ્યાર કરીને મતદાન કર્યું હતું. આ લડાઈ બાઇડનના પોતાના સભ્યોની વચ્ચે એકજૂટતા રાખવા માટે કસોટી સમાન છે, કેમ કે પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેન્સી પેલોસીએ કહ્યું હતું કે કાયદો બન્યા પછી લઘુતમ વેતનમાં પણ વધારો થશે.

  • Nilesh Patel