અમેરિકા : કેલિફોર્નિયામાં ૨૦૦ વર્ષ પ્રાચિન ગણેશજીની સ્થાપના કરાઈ…

કેલિફોર્નિયા : કેલિફોર્નિયાના એનાહેમ ટાઉનમાં રહેતા રવિભાઈ અને ભારતીબેન શાહના નિવાસ સ્થાને તા.૭ મી સપ્ટેમ્બર ના રોજ સાંજે ૪ વાગ્યા થી રવિભાઈનું મિત્ર મંડળ અને સગા સંબધી ગણેશ ચતુર્થી નિમિત્તે ભેગા થયા હતા.
અત્રે જે ગણેશજી ની મુર્તિ ની સ્થાપના કરવામાં આવેલ છે તે લગભગ ૨૦૦ વર્ષ પ્રાચિન છે. અને તે ૪ પેઢીથી મુંબઈના જયંતિલાલ વેણિલાલ શાહ પરીવાર ના કુટુંબ માં ગણેશ ચતુર્થી ની ઉજવણીમાં આ ગણેશજી ની સ્થાપના કરવામાં આવતી. તેમના પરીવારના ઉષાબેન જયેંદ્રભાઈ શાહ, નીલાબેન જયંતિલાલ પરીખ, અને ભારતીબેન કીરીટભાઈ મરચન્ટ સૌ ભેગા મળીને આ પ્રસંગ ઉજવતા આવ્યા છે. હવે છેલ્લા ૪૨ વર્ષથી અમેરીકામાં ખુબ ઉત્સાહથી આ ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ખાસ ૧૨ જ્યોતિલીંગ પણ દર્શન માટે સ્થાપિત કરવામાં આવેલ આઉજવણી માં ભાગ લેવા તથા દર્શન માટે રવિભાઈના ફ્રેન્ડ સર્કલની સાથે તેમના કુટુંબી ગ્રાન્ડ પુત્ર-પુત્રી વગેરે એ ખૂબ સુંદર ભાવ ગીત અને સ્પીચ રજૂ કરી હતી તથા આજના ખાસ મહેમાનોમાં રવિભાઈના જુના મિત્રો તથા યોગગુરુશ્રી બકુલભાઈ સોનેજી, જાણીતા ઉદ્યોગપતિ શ્રી સુરુ માણેક વગેરે એ ખાસ હાજરી આપી હતી.


આ પ્રસંગે શ્રી અરવિંદભાઈ જોષીની આગેવાનીથી ખાસ ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં સર્વશ્રી વડીલ શ્રી અર્વિંદભાઈ જોષી (ભૂતપુર્વ રેડીયો કલાકાર), કિર્તિભાઈ અને રેખાબેન દવે, ઢોલક પર વિજય જોષી વગેરે એ ખૂબ સુંદર ગીત-ભજન રજુ કર્યા હતા અને સાઉન્ડ સિસ્ટમ શ્રી જગદીશભાઈ પુરોહિત સંભાળી હતી. લગભગ ૧૦૦ થી વધુ ભાવિકોએ આ પ્રસંગે દર્શન અને પ્રસાદ નો લ્હાવો લીધો હતો.

  • Yash Patel