અમેરિકામાં બાઈડેન-હેરિસયુગનો ઉદય : શપથગ્રહણમાં દિગ્ગજોની જમાવટ…

  • જો બાઈડને ૧૨૮ વર્ષ જૂના બાઈબલ પર હાથ રાખી શપથ ગ્રહણ કર્યાં, સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું…
  • કમલા હેરિસ અમેરિકાના પહેલાં મહિલા અને પ્રથમ ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ બન્યાં…
  • પીએમ મોદીએ બાઇડન-હેરિસને અભિનંદન પાઠવ્યાં : પીએમ એ કહ્યું- વૈશ્વિક શાંતિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું, સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જઈશું…

USA : અમેરિકામાં હવે ટ્રમ્પ યુગનો અસ્ત અને બાઈડેન-હેરિસયુગનો ઉદય થઈ ચૂક્યો છે. ગઈકાલે અમેરિકી સંસદ કેપિટલમાં ૪૬મા રાષ્ટ્રપતિ તરીકે બાઈડેને શપથ ગ્રહણ કર્યા હતા તો પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસે પણ પદના શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં અનેક દિગ્ગજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો સીંગર લેડી ગાગા સહિતની ગાયિકાઓએ સૂરિલા કંઠથી કાર્યક્રમનો શમા બાંધ્યો હતો જે ઉપરોક્ત તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.
કેપિટલ હિલ એટલે કે અમેરિકાની સંસદમાં ડેમોક્રેટ જોસેફ આર બાઈડન જૂનિયર એટલે કે જો બાઈડને અમેરિકાના ઈતિહાસના સૌથી મોટી વયના રાષ્ટ્રપતિ બની ગયા. કમલા હેરિસે અમેરિકાના ૪૯મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. ૫૬ વર્ષનાં કમલા હેરિસે આ સાથે જ ઈતિહાસ રચી દીધો. તેઓ પહિલા મહિલા, અશ્વેત અને ભારતવંશી ઉપરાષ્ટ્રપતિ બન્યાં છે.

જો બાઈડન બુધવારે અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ બન્યા છે, જ્યારે કમલા હેરિસે વાઈસ-પ્રેસિડેન્ટ તરીકેના શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા બાઈડન અને હેરિસને અભિનંદન પાઠવ્યાં છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, બંને દેશ કોમન ચેલેન્જ માટે સાથે મળીને કામ કરશે. વૈશ્વિક શાંતિ અને સુરક્ષાની સાથે કામ કરીને બંને દેશ પોતાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે.

  • Nilesh Patel