અમેરિકાની યુનિવર્સિટીમાં નિશુલ્ક હિન્દી ભાષા ભણાવાશે, 28મીથી અભ્યાસક્રમ શરૂ…

યુ.એસ. માં હિન્દીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય દૂતાવાસ લોકોની માંગ પર પ્રતિષ્ઠિત જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે મફત હિન્દી વર્ગો યોજશે. છ સપ્તાહનો નોન-ક્રેડિટ હિન્દી ભાષાનો પ્રારંભિક અભ્યાસક્રમ 28 ઓગસ્ટથી શરૂ થશે અને ભારતીય સંસ્કૃતિના શિક્ષક ડો. મોક્ષરાજ એમ્બેસી ખાતે વિદ્યાર્થીઓને અકિલા ભણાવશે.   આ વર્ષની શરૂઆતમાં, દૂતાવાસે તેના કેમ્પસમાં એક કલાકના મફત સાપ્તાહિક વર્ગો કર્યા હતા. અભ્યાસક્રમને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો અને ટૂંકા ગાળામાં સાત દેશોના 87 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

યુનિવર્સિટી સ્થિત સિગુર સેન્ટર ફોર એશિયન સ્ટડીઝના ડિરેક્ટર બેન્જામિન ડી. હોપકિન્સ અને એસોસિએટ ડિરેક્ટર દીપા એમ. ઓલાપલ્લીએ યુએસમાં ભારતીય રાજદૂતને તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને હિન્દી વાંચવામાં વધુ રસ છે. હિન્દી ભાષાના અભ્યાસક્રમમાં, વિદ્યાર્થીઓ જોડણી સહિતની ભાષાના વિવિધ પાસા શીખશે. તેઓ હિન્દી ભાષા બોલતા પણ શીખી શકશે.

  • Naren Patel