અમેરિકાની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીને ‘ સ્વચ્છ ભારત ‘ અભિયાન બદલ એવોર્ડ અપાશે…

બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપી જાજરમાન સન્માન કરાશે…

વોશીન્ગટન : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન 25 સપ્ટેમ્બરના રોજ  બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા તેમને  ‘સ્વચ્છ ભારત ‘ અભિયાન બદલ એવોર્ડ આપી જાજરમાન સન્માન કરાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 2014માં ગાંધી જયંતીના દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, એક ભારતીય નાગરિક તરીકે આપણી આ સામાજિક જવાબદારી  છે કે આપણે 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતિની ઉજવણી સુધી તેમના સ્વચ્છ ભારતના સપનાને પુરુ કરીએ.  કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સોમવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. જિતેન્દ્રસિંહે ટ્વીટ કરીને કહ્યું કે, વધુ એક એવોર્ડ, દરેક ભારતીય માટે કરવા માટે ગર્વ કરવાની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનત અને તેમના પ્રગતિશીલ નિર્ણયોની દુનિયાભરમાં પ્રશંસા કરવામાં આવી છે.

  • Nilesh Patel