અમેરિકાના સાન જોસ કેલિફોર્નિયામાં ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો…

” સ્વદેશ ” ના ઉપક્રમે કરાયેલી ઉજવણીમાં 10 હજાર ઉપરાંત વતનપ્રેમીઓ ઉમટી પડ્યા…

કેલિફોર્નિયા : યુ.એસ.માં એશોશિએશન ઓફ ઈન્ડો અમેરિકન્સના ઉપક્રમે 4 ઓગસ્ટ 2019 ના રોજ ભારે ઉમંગ પૂર્વક ભારતનો  73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાઈ ગયો. જેમાં સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંજય પાંડા, મેયર તેમજ 35 જેટલા ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે 10 હજાર ઉપરાંત વતનપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. સવારે 11 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી કરાયેલી ઉજવણી અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાનુભાવોના ઉદબોધનો સહીત વિવિધ આયોજનો કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

  • Nilesh Patel