અમેરિકાના સંસદભવન બહાર કાર સવારે સુરક્ષા બેરિકેડને ઉડાવતા એક પોલીસકર્મીનું મોત…

7

કારનો ડ્રાઇવર ઠાર, કેપિટલ પરિસરમાં લોકડાઉન લગાવાયું…

USA : અમેરિકી સંસદ ભવન (કેપિટલ હિલ)ની બહાર જે બે પોલીસકર્મીઓને ટકકર મારી હતી, તેમાંથી એકનું મોત થઇ ગયું છે. જ્યારે બીજાની સ્થિતિ સ્થિર છે. તો બીજી તરફ ઘટનાને અંજામ આપનાર સંદિગ્ધ કાર ચાલકે પણ દમ તોડી દીધો છે. પોલીસની કાર્યવાહીમાં તેને પણ ગોળી વાગી હતી. સંસદ ભવનની બહાર સુરક્ષા બેરિકેડિંગને ઉડાવતાં કાર સવારે બે પોલીસ ઓફિસરોને કચડી દીધા હતા. ત્યારબાદ સુરક્ષાની દ્રષ્ટિએ કેપિટલ પરિસરમાં લોકડાઉન લગાવી દીધું છે. સ્ટાફના સભ્યોને પણ અંદર અથવા બહાર જવાની પરવાનગી નથી.
કેપિટલ પોલીસના કાર્યકારી પ્રમુખ વાઇ પિટમેનએ કહ્યું કે ઘાયલ અધિકારીઓમાંથી એકની હાલત ગંભીર હતી, જેમણે પછી હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું છે. પિટમૈનએ મૃત્યું પામેલા અધિકારી અને કાર ચાલકની ઓળખ ઉજાગર કરી નથી. આ દરમિયાન અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી હુમલો ગણવાની મનાઇ કરી છે. સાથે જ તેમનું એ પણ કહેવું છે કે શુક્રવારની ઘટના અને છ જાન્યુઆરીના રોજ થયેલા રમખાણો વચ્ચે હાલ કોઇ સંબંધ જોવા મળી રહ્યો નથી.
કાર ટક્કર તથા ગોળીબારીની આ ઘટના કેપિટલ હિલ પાસે એક તલાશી ચોકરી પર થઇ. આ ઘટનાને ગત છ જાન્યુઆરીના રોજ કેપિટલ હિલમાં ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકો દ્રારા મચાવવામાં આવેલા ઉત્પાતની યાદોને તાજા કરી દીધી છે. આ હુમલો તે સમયે થયો હતો જ્યારે રાષ્ટ્રપતિ પદ પર જો બાઇડેનની જીતના સંબંધમાં અમેરિકી સંસદ સભ્ય મતદાન કરી રહ્યા હતા. આ દરમિયાન કેપિટલ પોલીસ અધિકારી બ્રાયન સિકનિક સહિત પાંચ લોકોના મોત થયા હતા.

  • Naren Patel