અમેરિકાના શેરબજારમાં ફફડાટ : ૫ કંપનીઓને ૧૧ લાખ કરોડનું નુકસાન…

પાંચ કંપનીઓના શેર ઘટવાથી માર્કેટ કેપ પણ ઘટી…

ન્યૂયોર્ક,
અમેરિકાના શેરબજારમાં સોમવારના ઘટાડાથી ત્યાંની ૫ અગ્રણી કંપનીઓ માઈક્રોસોફટ, એપલ, એમેઝોન, આલ્ફાબેટ અને ફેસબુકના રોકાણકારોએ ૧૬૨ અબજ ડોલર(૧૧.૩૪ લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થયું. આ કંપનીઓના શેરમાં ૩ ટકાના ઘટાડાને કારણે કુલ માર્કેટ કેપ આટલી ઘટી ગઈ. અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોર તેજ થવાના કારણે અમેરિકાના બજારમાં આ વર્ષે સૌથી મોટો ઘટાડો આવ્યો છે. ટેક કંપનીઓને વધુ નુકશાન થયું.
અમેરિકાના શેરબજારમાં છેલ્લા સપ્તાહથી ઘટાડો ચાલુ છે. પાંચ કંપનીઓની કુલ માર્કેટ કેપ શુક્રવારે ૬૬ અબજ ડોલર(૪.૬૨ લાખ કરોડ રૂપિયા) ઘટી હતી. આ રીતે ૨ દિવસમાં ૨૨૮ અબજ ડોલર(૧૬ લાખ કરોડ રૂપિયા) ઘટી ગયા. એપલના શેર બે દિવસમાં ૫.૨ ટકા તૂટ્યા હતા.
એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે ચીનના ઈમ્પોર્ટ પર નવો ટેરિફ લાગવાથી એપલની પ્રોડકટ પણ પ્રભાવિત થશે. એપલે પોતે પણ અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝરને જૂનમાં આ વાત કહી હતી. તેમણે મૈક પ્રો કમ્પ્યુટર અને કેટલાક પાર્ટસને આયત શુલ્કની સીમામાંથી બહાર રાખવાની માંગ કરી હતી. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો અગાઉ કહ્યું કે ચીનમાં મેન્યુફેકચરિંગ વાળા ઉત્પાદને છૂટ મળશે નહિ.
એમેઝોનના શેરમાં ઘટાડાથી સીઈઓ જેફ બેજોસની નેટવર્થ ૨૪,૦૧૦ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. ફેસબુકનો શેર ઘટવાથી માર્ક ઝકરબર્ગને ૧૯,૬૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું. માઈક્રોસોફટના ઘટાડાથી બિલ ગેટ્‌સની નેટવર્થ ૧૪,૦૭૦ કરોડ રૂપિયા ઘટી છે.

  • Naren Patel