અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગ્રીનલેન્ડને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી…

વૉશિંગ્ટન,
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને ખરીદી લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આમ તો તેને ટાપુ કહેવામાં આવે છે પણ ક્ષેત્રફળની રીતે જોવામાં આવે તો નોર્થ અમેરિકામાં સ્થિત ગ્રીનલેન્ડ ક્ષેત્રફળની રીતે દુનિયાનો ૧૨ નંબરનો દેશ છે.
ગ્રીનલેન્ડ આમ તો સ્વાયત્ત છે પણ તેના પર યુરોપિયન દેશ ડેનમાર્કનુ નિયંત્રણ છે. નોર્થ અમેરિકામાં હોવા છતા તેને યુરોપનો જ હિસ્સો માનવામાં આવે છે. ૨૦ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો આ દેશ જોકે વર્ષના મોટાભાગનો સમય બરફ હેઠળ ઢંકાયેલો રહે છે.
દુનિયાનો આ એક માત્ર એવો દેશ છે જ્યાં ઉનાળાની સિઝનમાં સૂર્ય કયારેય આથમતો નથી. રાતના સમયે પણ સૂર્ય પ્રકાશ રહે છે. જોકે કઠિન ભૌગોલિક સ્થિતિના કારણે અહીંયા વસ્તી ઓછી છે. ગ્રીનલેન્ડમાં ૫૭,૬૭૪ લોકો રહે રહે છે. ડેનમાર્કનુ નિયંત્રણ હોવાથી મોટાભાગના લોકો ડેનિશ ભાષા જ બોલે છે.
આ પહેલા ૧૯૪૬માં પણ તત્કાલિન પ્રમુખ હેરી ટ્રુમેને ૧૦૦ મિલિયન ડોલરમાં ગ્રીનલેન્ડ ખરીદી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

– Nilesh Patel