અમેરિકાના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી ૧૦ એશિયન અમેરિકન…

એશિયા સોસાયટીએ બહાર પાડેલી યાદીમાં ૪ ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું…

વોશીંગ્ટન : અમેરિકાના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી એશિયન પ્રેસિફીક અમેરિકન્સ ૧૦ વ્યકિતઓની તાજેતરમાં એશિયા સોસાયટીએ જાહેર કરેલી યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહાનુભાવોએ સ્થાન મેળવ્યું છે. આ ઇન્ડિયન અમેરિકન રાજકિય અગ્રણીઓમાં સેનેટર સુશ્રી કમલા હેરીસ, યુ.એસ. રીપ્રેઝન્ટેટીવ શ્રી રો ખન્ના, સાુથ કેરોલીના પૂર્વ ગવર્નર તથા યુ.એન. ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર સુશ્રી નિક્કી હેલી, તથા ફેડરલ કોમ્યુનિકેશન કમિશન ચેર શ્રી અજીત પાઇનો સમાવેશ થાય છે.

  • Nilesh Patel