અમેરિકાના ફ્લોરિડામાં અનુરાગ સિંઘલ જ્જ બનનાર પ્રથમ ભારતીય…

ફ્લોરિડા,
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારનાં રોજ ફ્લોરિડાનાં ૫૪ વર્ષનાં ભારતવંશી અનુરાગ સિંઘલને ફેડરલ જજનાં રૂપમાં નિયુક્ત કર્યા છે. વ્હાઇટ હાઉસ તરફથી સીનેટને મોકલવામાં આવેલ ૧૭ જજોમાં તેમનું નામ પણ શામેલ છે. સિંઘલ ફ્લોરિડાનાં જજ બનનારા પ્રથમ ભારતીય હશે. તેઓ જેમ્સ આઇ. કોહ્નની જગ્યા લેશે.
સિંઘલ ફ્લોરિડા માં આ પદ માટે નિયુક્ત થનારા પ્રથમ ભારતીય છે. સીનેટની જ્યૂડિશિયરી કમિટી દ્વારા જજનાં નામોની પુષ્ટિ બુધવારનાં રોજ થનારી છે. તેઓ ૨૦૧૧થી ફ્લોરિડામાં ૧૭માં સર્કિટ કોર્ટમાં કાર્યરત છે.
સિંઘલે રાઇસ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યુ છે. તેઓએ વેક ફોરેસ્ટ યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો છે. પોતાનાં કેરિયરની શરૂઆતમાં સિંઘલે રાજ્ય એટોર્ની ઓફિસમાં પ્રોસિક્યૂટરનાં રૂપમાં કામ કર્યુ.
અનુરાગ સિંઘલ દશકાઓ સુધી રક્ષા વિભાગનાં પણ વકીલ રહ્યાં. તેમનાં માતા-પિતા ૧૯૬૦માં અમેરિકા ચાલ્યા ગયા હતાં. તેમનાં પિતા અલીગઢનાં હતાં અને તેઓ શોધ વૈજ્ઞાનિક હતાં. તેમની માતા દહેરાદૂનથી હતાં.

  • Nilesh Patel