અમેરિકાના ન્યૂજર્સી અને ડેલાવરમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીનો સદભાવ પર્વ ઉજવાયો

વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડના નવયુવાનોએ જુસ્સાભેર  મધુર કર્ણપ્રિય કિર્તનોની સૂરાવલિઓ રેલાની  હતી…

ન્યૂજર્સી,

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ યુકે અને કેનેડાની ધરતી પર પાવનકારી વિચરણ કરી હાલમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા રાષ્ટ્રના તે રાજ્યોમાં સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે.

ન્યૂજર્સી કે જે ગાર્ડન સ્ટેટથી પ્રસિદ્ધ છે ત્યાંના સિકોકસ વિસ્તારમાં આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામીજી મહારાજ કેનેડાથી પધારતા અહીંના હરિભક્તોએ સોલ્લાસપૂર્ણ સ્વાગત કર્યું હતું. આ પાવન  અવસરે મયૂરાકાર કલાત્મક રથમાં શ્રી હરિકૃષ્ણ અકીલા મહારાજ સહ બિરાજમાન થઇ સૌ હરિભક્તોને સમીપ દર્શનનો પણ લ્હાવો  આપ્યો હતો. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડના નવયુવાનોએ જુસ્સાભેર  મધુર કર્ણપ્રિય કિર્તનોની સૂરાવલિઓ રેલાની  હતી. મંદિરના સભાગૃહ તેમજ મંદિર સિંહાસનને કલાત્મક રીતે સજાવટ કરવામાં આવી હતી અને નાના નાના ભૂલકાંઓએ વિવિધ ભક્તિ નૃત્યો કરીને  તેમજ વિધવિધ કિર્તનો ગાઈને શ્રીજીબાપા સ્વામીબાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજનો અંતરનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ સફષ્કષ્કવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌ ભક્તો પર આશીર્વાદની હેલી વરસાવી હતી.

  • Nilesh Patel