અમેરિકાના ન્યુજર્સીમાં ૧૧ ઓગ. ૨૦૧૯ રવિવારના રોજ ”ઇન્ડિયા ડે પરેડ” યોજાશે…

ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે આયોજીત પરેડમાં બોલીવુડ સ્ટાર સોનુ સુદ, મોનલ ગજજર તથા આર.જે. દેવકી જોડાશે…

ન્યુજર્સી : યુ.એસ.માં નોનપ્રોફિટ ”ઇન્ડિયન બિઝનેસ એશોશિએશન (IBS)” ન્યુજર્સીના ઉપક્રમે સતત ૧૫ મા વર્ષે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે. ૧૧ ઓગ.૨૦૧૯ રવિવારના રોજ થનારી ઉજવણી અંતર્ગત ”ઇન્ડિયા ડે પરેડ” યોજાશે. જે એડિસનથી ઇઝેલીન ઓકટ્રી રોડ ઉપરથી નિકળશે જેનો સમય બપોરે ૧ વાગ્યાનો રહેશે. પરેડમાં બોલીવુડ સ્ટાર સોનુ સુદ, મોનલ ગજ્જર તથા આર.જે.દેવકી જોડાશે. આ પરેડમાં જોડાવા સહુને આમંત્રણ પાઠવાયું છે જેમાં બોલીવુડ સોંગ્સ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

  • Yash Patel