અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો

usatoday.com

પાકિસ્તાન આજકાલ બધાના નિશાના પર છે. અમેરિકાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકન પ્રશાસને  શુક્રવારના રોજ પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે પાકિસ્તાને પોતાના એ નાગરિકોને પાછા લેવાનો ઇનકાર કરી દીધો હતો, જેને અમેરિકા પાછા પાકિસ્તાન મોકલવા માગે છે. આ એ લોકો છે, જે વીઝા પૂરા થયા બાદ પણ અમેરિકામાં રહી રહ્યા છે અથવા તો ગેરકાયદેસર વીઝા દસ્તાવેજના સહારે અમેરિકા પહોંચ્યા છે.

અમેરિકન વિદેશ મંત્રાલયે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન પર પ્રતિબંધોની બાબતે 22 એપ્રિલના રોજ  જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત પાકિસ્તાની નાગરિકોના વીઝા રોકવામાં આવી શકે છે. પ્રાથમિક તબક્કે અમેરિકામાં હાજર પાકિસ્તાની ઓફિસરોના વીઝા રોકવાની કાર્યવાહી સંભવ છે. રિપોર્ટ મુજબ અમેરિકાએ ઘાના વિરુદ્ધ પણ આવી જ કાર્યવાહી કરી છે.

આ પહેલા અમેરિકાએ 2001મા ગયાના, 2016મા ગાંબિયા, 2017મા કોલિમ્બિયા, ઇરિટ્રિયા, ગિની, સિએરા લિયોન અને 2018મા મ્યાનમાર તથા લાઓસ પર આ પ્રકારની પ્રતિબંધાત્મક કાર્યવાહી કરી હતી. એટલે કે કુલ 10 દેશ આ સુચીમાં શામેલ થઇ ચૂક્યા છે. જો કે અમેરિકન વિદેશ મંત્રાલયે એ વાતની સ્પષ્ટતા નથી કરી કે આ પ્રતિબંધોની અસર બંને દેશોના રાજનૈતિક સંબંધો પર પડશે કે નહીં.

ટૂંકમાં કહીએ તો અમેરિકામાં આવવા માગતા પાકિસ્તાનીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.