અમેરિકાએ પહેલીવાર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…

મધ્યમ દૂરી પરમાણુ સંધિમાંથી બહાર આવ્યા બાદ…

વૉશિંગ્ટન,
મધ્યમ દૂરી પરમાણું સંધિમાંથી બહાર આવ્યા બાદ અમેરિકાએ પારંપરિકરૂપે પહેલીવાર એક ક્રૂઝ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ હતુ. પેંટાગને સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતીકે, રવિવારે કેલિફોર્નિયાનાં સેન નિકોલસ દ્વીપ પર પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
આ પરીક્ષણને ધરતીની સપાટી પરથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ મિસાઈલની મારક ક્ષમતા ૫૦૦ કિલોમીટર છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, તેમનું આ પરીક્ષણ સફળ રહ્યુ છે. અને મિસાઈલે નક્કી કરેલાં સમય પર આ દૂરી નક્કી કરીને પોતાના લક્ષ્યને સાધવામાં સફળ રહી છે. આ પરીક્ષણ દૂરગામી પરિણામ હોઈ શકે છે.
કહી શકાયકે, આનાથી દુનિયામાં ફરી એકવાર શસ્ત્રોની હોડ શરૂ થશે. આ એક નવા શીત યુદ્ધની પણ દસ્તક છે. આઈએનએફ સંધિ પર રશિયા અને અમેરિકા બંને દેશોએ ત્રણ દાયકા પહેલાં હસ્તાક્ષર કર્યા હતા જેથી યુરોપને પરમાણું હથિયાર મુક્ત કરી શકાય. આ સંધિ પરમાણું હથિયાર લઈ જવાના આ પ્રકારનાં હથિયારોનાં પરીક્ષણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાવે છે.

  • Naren Patel