અમેરિકાએ ઇરાન પર દબાણ બનાવવા નેવી આક્રમળ દળ તૈનાત કર્યા

અમેરિકાએ ઇરાન પર દબાણ બનાવવા માટે મધ્યપૂર્વમાં પોતાનું નેવી આક્રમક દળ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને  કે, તેઓનો હેતુ ઇરાનને સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે, જા તેઓએ અમેરિકા અથવા તેમના મિત્ર દેશોના હિતોને નુકસાન કર્યુ તો તેણે અમારી નિર્દય તાકાતનો સામનો કરવો પડશે.
બોલ્ટન અનુસાર, ઇરાન તરફથી ઘણીવાર પરેશાન કરતી ચેતવણીઓ મળી, ત્યારબાદ અમેરિકાએ આ નિર્ણય લીધો. તેઓએ પોતાના નિવેદનમાં એવી સ્પષ્ટતા નથી કરી કે, નૌકાદળને મધ્યપૂર્વમાં તહેનાત કરવા માટે આ સમય શા માટે પસંદ કર્યો! જા કે, એવો અંદાજ લગાવી શકાય છે કે, ગાઝા સ્થત પેલેસ્ટાઇન ઉગ્રવાદીઓના ઇઝરાયલના હુમલાની વચ્ચે ઇરાન પણ મોકાનો ફાયદો ઉઠાવી શકે છે.
આ ઉપરાંત ગત વર્ષે અમેરિકાએ ઇરાન પર પરમાણુ સંધિ તોડવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાનું કહેવું છે કે, ઇરાન અનુમતિ વગર જ પોતાના યુરેનિયમનું સંવર્ધન કરી  છે. ત્યારબાદ અમેરિકાએ ઇરાન પર વ્યાપારિક પ્રતિબંધ લગાવી દીધા. અમેરિકાએ ઇરાનના સૈનિક સંગઠન ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાડ્‌ર્સને પણ આતંકી સંગઠન ગણાવી દીધું હતું. જવાબમાં ઇરાન પણ અમેરિકન સૈન્યને મધ્ય-પૂર્વમાં આતંકી ગણાવીને કાર્યવાહીની ચેતવણી આપી ચૂક્્યું છે.