અમરનાથ યાત્રા ૧ જુલાઇથી શરુ થશેઃ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ

દક્ષિણ કાશ્મીરના હિમાલયમાં અમરનાથ ગુફાની વાર્ષિક યાત્રાને ધ્યાનમાં લઇને જમ્મુ ક્ષેત્રમાં એલઓસી (નિયંત્રણ રેખા) અને આંતરરાષ્ટય સરહદ (આઇબી) નજીક સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
૪૬ દિવસની આ યાત્રા બે રૂટ પરથી થવાની છે. એક પરંપરાગત પહલગામ રૂટ જે અનંતનાગ જિલ્લામાં આવેલો છે અને નાનો બાલતાલ રૂટ જે ગંધરબાલ જિલ્લામાં આવેલો છે. આ યાત્રા પહેલી જુલાઇથી શરૂ થશે અને ૧૫ આૅગસ્ટના રક્ષાબંધનના તહેવારના રોજ પૂરી થશે.
પોલીસ, સૈન્ય, બીએસએફ (બાર્ડર સિક્્યોરિટી ફોર્સ), સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) અને સીએપીએફ (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ)ના અધિકારીઓએ એલઓસી અને આંતરરાષ્ટય સરહદ નજીક તેમ જ યાત્રા દરમિયાન આંતરિક હાઇવે અને રોડ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
સૈન્ય અને બીએસએફના અધિકારીઓને તેમના વિસ્તારના પોલીસ અધિકારીઓ સાથે નિયમિત રીતે મીટિંગ યોજવા અને આતંકવાદ કે આતંકવાદી અંગેની માહિતીઓની મહ¥વની માહિતીઓની આપ-લે કરવા જણાવવામાં આવ્યું છે. એલઓસી અને આંતરરાષ્ટય સરહદ નજીકના અને લખનપુરથી જમ્મુ સુધીના નેશનલ હાઇવેના ચેકિંગ પોઇન્ટ્‌સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવવામાં આવ્યું છે.