અમદાવાદમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં સામે આવી પોલંપોલ, લોકોએ મચાવ્યો હોબાળો

મેગાસિટી અમદાવાદમાં મુખ્યમંત્રી આવસ યોજના અંતર્ગત બનાવામાં આવેલા મકાનોમાં લોકોને પડતી અસુવિધાઓના કારણે હોબાળો મચ્યો છે. આવાસમાં રહેતા લોકોનો આક્ષેપ છે કે, તેમની પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો નિકાલ અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી. અસુવિધાના કારણે રોષે ભરાયેલા લોકો મોટી સંખ્યમાં એકઠાં થઇને ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ પર પહોંચ્યા હતા.

સ્થાનિકોના આક્ષેપો છે કે, મકાનો બાંધીને તેમને આપી દેવામાં આવ્યા છે. પરંતુ તેમને ઘણી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમણે આ મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારોઓને છેલ્લા દોઢ વર્ષમાં ઘણી ફરિયાદો કરી હતી, પરંતુ અધિકારીઓ તેમની ફરિયાદને ગણકારતા નથી. આ જ કારણે લોકો મોટી સંખ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરી પર પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો