અભિનવ બિન્દ્રાની બાયો-ફિલ્મમાં અનીલ કપૂર પુત્ર સાથે ચમકશે

સિનિયર અભિનેતા અનિલ કપૂરે એવા સમાચારને સમર્થન આપ્યું હતું કે એ પોતાના અભિનેતા પુત્ર હર્ષવર્ધન સાથે એક ફિલમ કરી રહ્યો હતો.
‘હા, આ સમાચાર સાચા છે. હું હર્ષવર્ધન સાથે રાકેશ ઓમપ્રકાશ મહેરાની એક ફિલ્મ કરી રહ્યો છું. ઓલિમ્પક્સમાં ગોલ્ડ મેડલ મેળવનારા શૂટર અભિનવ બિન્દ્રાની આ બાયો-ફિલ્મ છે’ એમ અનિલ કપૂરે  હતું.
અગાઉ અનિલ કપૂરે પોતાની અભિનેત્રી પુત્રી નેશનલ એવોર્ડ વિજેતા સોનમ કપૂર આહુજા સાથે એક લડકી કો દેખા તો ઐસા લગા ફિલ્મ કરી હતી. જા કે એ ફિલ્મ ટિકિટબારી પર કોઇ જાદુ સર્જી શકી નહોતી.
હવે એ પોતાના પુત્ર સાથે ફિલ્મ કરવા જઇ રહ્યો છે. એમ તો હર્ષવર્ધને અત્યાર સુધીમાં બે ફિલ્મો કરી હતી પરંતુ એને પિતા જેટલી સફળતા કે નામ મળ્યાં નહોતાં. એણે રાકેશ ઓમપ્રકાશ મહેરાનીજ મિર્ઝ્યા ફિલ્મ કરવા ઉપરાંત ભાવેશ જાશી સુપરહીરો ફિલ્મ કરી હતી જે સાવ કંગાળ રીતે ચાલી હતી. હર્ષવર્ધનને એક હિટ ફિલ્મની તાતી જરૃર છે.