‘અબી આણિ સીડી’માં અમિતાભ બચ્ચન પોતાનું જ પાત્ર ભજવશે

છેલ્લા પાંચ દાયકાઓથી અમિતાભ બચ્ચને ફિલ્મી પડદા પર અલગ-અલગ પ્રકારના કેટલાક રસપ્રદ રોલ નિભાવ્યા છે. પરંતુ હવે જલ્દી અમિતાભ એક ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રમાં જ નજરે આવશે. જાકે આ કોઈ હિન્દી ફિલ્મ નહીં પરંતુ એક મરાઠી ફિલ્મ હશે.
મીડિયા રિપોર્ટ મુજબ એક મરાઠી ફિલ્મ ‘અબી આણિ સીડી’માં આમ તો મરાઠી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ અમિતાભ એક નાના પરંતુ ખાસ રોલમાં વિક્રમ ગોખલેના દોસ્ત તરીકે દેખાશે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતા ફિલ્મના ડાયરેક્ટર મિલિંદ લેલેએ માહિતી આપી કે અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલે સાથે આ ફિલ્મની શૂટિંગ મુંબઈમાં ૨૦મી મેથી શરૂ થશે અને ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ભાગની શૂટિંગ પાત્ર પાંચ દિવસમાં પૂરી કરવામાં આવશે.