અફઘાનિસ્તાનમાં મોર્ટાર વિસ્ફોટથી સાત બાળકના મોત, ૧૦ ઘાયલ

પૂર્વીય અફઘાનિસ્તાનમાં એક અનધિકૃત મોર્ટાર ફાટવાથી સાત બાળક મોતને ભેટ્યા હતા. આ દર્દનાક ઘટનામાં ૧૦ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. લગમાન પ્રદેશના ગવર્નરના પ્રવક્તા અસદુલ્લા દૌલતજાઈએ જણાવ્યું હતું કે બાળકોને મોર્ટાર કેવી રીતે મળ્યો અને તે ફાટ્યો કેવી રીતે તેની તપાસ થઈ રહી છે.
અસદુલ્લા દૌલતજાઈએ જણાવ્યું હતું કે મૃત્યુ પામનારા અને ઈજાગ્રસ્ત થનારા દરેકની ઉંમર ૧૫ વર્ષથી ઓછી હતી. આ બ્લાસ્ટ કાબુલના પૂર્વમાં લગમાનની રાજધાની મેહતરલમના બહારનાં વિસ્તારમાં થયો હતો. સંયુક્ત રાષ્ટÙની ‘માઈન એક્શન સર્વિસે’ તાજેતરમાં જ કÌšં હતું કે, ૨૦૧૭માં અફઘાનિસ્તાનમાં ખોદકામમાં અને યુદ્ઘમાં દર મહિને લગભગ ૧૫૦ લોકો મોતને ભેટ્યા અથવા તો ઈજાગ્રસ્ત થયા હતા. બાળકો જિજ્ઞાસાવશ થઈને અનધિકૃત ઉપકરણોને ઉઠાવી લે છે અને તેઓ આવી દુર્ઘટનાઓનો ભોગ બને છે.
યુનાઈટેડ નેશન્સ માઈન એક્શન સર્વિસના જણાવ્યા અનુસાર ૨૦૧૭માં અફઘાનિસ્તાનમાં દર મહિને લગભગ ૧૫૦ લોકો આવા અનધિકૃત ઉપકરણોના વિસ્ફોટથી જ મોતને ભેટતા હોય છે. તેમાંથી કેટલાક વિસ્ફોટક તો ૧૯૮૦ના દાયકામાં થયેલ અફઘાન-સોવિયત યુદ્ધના સમયનાં છે.