અન્ડર-૧૯ રાષ્ટય ટીમના કોચ બનવાના પ્રસ્તાવને યુનુસ ખાને નકાર્યો

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન યુનુસ ખાને પાકિસ્તાનની અન્ડર-૧૯ રાષ્ટÙીય ટીમના કાચ બનવાના પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ-પીસીબીના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
કાચની સાથે સાથે પસંદગી સમિતિના વડા તરીકે નિમવાની તેની માગણી બાર્ડે ન સ્વીકારી હોવાને કારણે તેણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.
બીસીસીઆઈએ જે રીતે રાહુલ દ્રવીડને ભારતની અન્ડર-૧૯ એ ટીમનો કોચ બનાવ્યો હતો અને એ ટીમ જે રીતે ભારતની રાષ્ટÙીય ટીમ માટે સપોર્ટર તરીકે કામ કરતી હતી પીસીબી પણ એ જ ધોરણ અપનાવવા માગતું હતું.
પાકિસ્તાનની અન્ડર-૧૯ ટીમ માટે ઓછા જાણીતા કાચને રાખવાની જૂની પરંપરા તોડવાનો અને જુનિયર ખેલાડીઓ સાથે હાઈપ્રોફાઈલ ક્રિકેટર કાચ તરીકે કામ કરે એમ કરવાનો પીસીબીનો ઈરાદો હતો.