અનોખી પહેલ : શાળાઓ બંધ હતી પણ શિક્ષણ ચાલું રહ્યું, ભારતનું ભાવિ લોકડાઉનમાં ઓનલાઇન ઘડાતું રહ્યું…

આણંદ : શાળાઓ બંધ હતી પણ શિક્ષણ ચાલું રહ્યું, ભારતનું ભાવિ લોકડાઉનમાં ઓનલાઇન ઘડાતું રહ્યું. આવું જ કંઇક આણંદના આંકલાવ તાલુકામાં બી આર સી સી શ્રી, સી આર સી સી શ્રીઓ, મુખ્યશિક્ષકશ્રીઓ તથા શિક્ષકશ્રીઓના સંગઠન દ્વારા શકય બન્યું હતું.

જેમાં GCERT દ્વારા સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત પરિવારનો માળો સલામત હૂંફાળોમાં સમાવિષ્ટ મનોરંજક પ્રવૃત્તિઓનું નિયમિત અમલીકરણ, શિક્ષકો દ્વારા સ્વનિર્મિત સાહિત્ય નિર્માણ કરવું અને બાળકો સુધી પહોંચાડવું ,અને ઓનલાઇન હોમવર્ક  તથા કસોટીઓ તૈયાર  કરી બાળકોને નિયમિત મહત્તમ પ્રયત્નો કરાવી શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરાવવા,વર્ચ્યુલ કલાસરૂમ કામગીરી દ્વારા બાળકોને શિક્ષણ સાથે સતત જોડી રાખવા. વાર્ષિક  પરિક્ષાના પેપર પ્રત્યેક બાળકને ઘરે પહોંચતા કરી તે સંદર્ભે અનુકાર્ય કરવું.

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત ગૌરવદિન ઉજવણી અંતર્ગત નિબંધ, ચિત્ર, અને કાવ્ય સ્પર્ધામાં તમામ બાળકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન, દિક્ષા એપ દ્વારા તમામ શિક્ષકોને કોવિડ-19ની તાલિમ અને તમામે આરોગ્ય સેતુ એપ ફરજિયાત ડાઉનલોડ કરી જનજાગૃતિનો પ્રયાસ, બાળકોને મધ્યાહન ભોજન અનાજ વિતરણ અને કુકિંગ કોસ્ટ એલાઉન્સ તેમના ખાતામાં આપવા જેવી કામગીરી કરવામાં આવી હતી.આ તમામ કામગીરીના પ્રત્યેક તબક્કે બી આર સી કૉ શ્રી ઇશ્વરલાલ કે પ્રજાપતિએ માર્ગદર્શન અને માહિતી પુરા પાડ્યાં હતાં.

  • Jignesh Patel, Anand