અનુષ્કાની બર્થ ડેને કેવી રીતે સેલિબ્રેટ કરી કોહલીએ, જુઓ તસવીરો

બુધવારના રોજ બોલિવુડ અભિનેત્રી અને ભારતના સ્ટાર કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનો જન્મદિવસ હતો. આ પ્રસંગે વિરાટ કોહલીએ IPLની હારની ચિંતાને સાઇડ પર મૂકીને તેની પત્ની સાથે સમય વિતાવ્યો હતો, જેના ફોટો પણ કોહલીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

અનુષ્કાએ પોતાનો 31મો જન્મદિવસ એક તળાવના કિનારે બેસીને ઉજવ્યો હતો. આનો વીડિયો અને ફોટો કોહલીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં અનુષ્કા-વિરાટ સાથે જ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લાઇટ રોમેન્ટિક મ્યૂઝિક પણ સંભળાય રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ લાંબા સમય સુધી ગર્લફ્રેન્ડ રહેલી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર, 2019ના રોજ લગ્ન કર્યા હતા.