’અનુપમા’ સિરિયલના પ્રોડ્યૂસર રાજન સાહી તથા એક્ટર સુધાંશુ પાંડે થયા કોરોના સંક્રમિત…

4

મુંબઈ : ’અનુપમા’ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી તથા અન્ય ત્રણ ક્રૂ મેમ્બર્સનો કોરોનાનો રિપોર્ટ ગઈ કાલે એટલે કે ૨ એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં સિરિયલમાં કામ કરતાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ હતો. હવે આજે એટલે કે ૩ એપ્રિલે સિરિયલના પ્રોડ્યૂસર રાજન સાહી તથા વનરાજ શાહનો રોલ પ્લે કરતાં એક્ટર સુધાંશુ પાંડે પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. રાજન શાહીએ પોતાના નિવેદનમાં કહ્યું, ’મારો કોવિડ ૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોરોનાના લક્ષણો હતા અને આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું તાત્કાલિક આઈસોલેટ થઈ ગયો છું. હું ઘરમાં જ છું. હું ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરું છું. મહેરબાની કરીને સલામત રહો અને તમારી તથા તમારા આસપાસના લોકોની કાળજી રાખો. આ આપણા માટે ઘણો જ મુશ્કેલ સમય છે, પરંતુ હિંમતવાન બનો, માસ્ક પહેરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને સો. ડિસ્ટન્સિંગ જાળવો. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.’
’અનુપમા’ના સેટ પર સૌ પહેલાં આશિષ મેહરોત્રા (સિરિયલમાં અનુપમાના મોટા દીકરા પારિતોશ શાહનું પાત્ર ભજવે છે)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આશિષ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. સુધાંશુ પાંડેની તબિયત બે દિવસ ખરાબ હતી અને તેણે ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે પણ ઘરમાં છે.