અડાસ ગામે શિક્ષકો અને ગ્રામજનોનો નવતર પ્રયોગ : પાંચ હજાર વૃક્ષો રોપણ કરવાનો નિર્ધાર…

દરેક બાળકને ભણવાનો હક તેજ રીતે દરેક બીજને વૃક્ષ બનવાનો હક્ક…

આણંદ : દરેક બાળકને ભણવાનો હક છે તે જ રીતે દરેક બીજને ઉગવાનો હક છે તેવા ઉપદેશ સાથે અડાસ ગામની સર્વોદય કુમાર શાળાનાં આચાર્ય સૈયદ ઝૂલેખાબેન દ્વારા ફળના વેસ્ટ બીજનો ઉપયોગ કરી વૃક્ષ ઉછેરવાનો નવ ગવતર પ્રયોગ સફળ રહ્યો.

આઝાદીની લડતનું સાક્ષી રહેલું અડાસ ગામ અંગ્રેજ શાસનની પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં  અંહી નવ યુવાનો  શહીદ થયા હતા તે ગામે એક મુસ્લિમ મહિલા આચાર્ય અને સરપંચશ્રી તેમજ ગ્રામજનો એ ચાલુ ચોમાસા દરમ્યાન કુલ પાંચ હજાર જેટલા ફળાઉ વૃક્ષોનાં બીજ  રોપવાનો લક્ષ રાખ્યો છે અને તેની શરૂઆત પણ કરી છે.

શાળાનાં આચાર્ય ઝુલેખા બહેન કહે છે કે, અડાસ ગામનાં લોકો પોતાને ઘેર જે ફળ ફળાદી લાવે અને ખાય પછી તેના બીજ વેસ્ટનાં જાય માટે તેમણે આવા બીજ એકત્ર કરી શાળામાં જમા કરાવે છે અને  શિક્ષકો આ બીજને સારી રીતે રોપણ કરે છે     આમ કેરી, જાંબુ  અને બીજા ફળનાં બીજ રોપવામાં આવ્યા છે.

આ ઉપરાંત ગામમાં જ્યાં જ્યાં ખાલી પડતર જમીન છે ત્યાં પણ વૃક્ષોનું રોપણ કરવામાં આવી રહ્યું છે. મહિલા આચાર્ય અને સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનો સૌ આ ઉમદા કાર્ય માં જોડાયા છે.

  • Jignesh Patel, Anand