અજાણી સ્ત્રી ઉપર રેપ વીથ મર્ડરના કેસમાં ગણતરીના દિવસોમાં બે આરોપીઓની ધરપકડ કરતી આણંદ પોલીસ…

જે ગુનામાં એલસીબી તથા એસઓજીના માણસો તથા આણંદ રૂરલ પોસઈ એન.એમ. રામી તથા આણંદ રૂરલ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી નાયબ પો.અ. બી.ડી. જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ તમામ ટીમોને કામ સોંપવામાં આવેલ…

આણંદ : આણંદ રૂરલ પો.સ્ટે.ની હદના લાંભવેલ સીમમાં અમર કોલ્ડ સ્ટોરેજ નજીક મોટી નહેર રેલ્વે ગરનાળા નજીક એક સ્ત્રી ઉ.વ.આશરે ૩૦ થી ૩પ ના આશરાની નગ્ન હાલતમાં લાશ પડેલ હોય. જે અંગે લાંભવેલ ગામના માજી સરપંચે જાણ કરતા આણંદ રૂરલ પોલિસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ. જે ગુનામાં એલસીબી તથા એસઓજીના માણસો તથા આણંદ રૂરલ પોસઈ એન.એમ. રામી તથા આણંદ રૂરલ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી નાયબ પો.અ. બી.ડી. જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ તમામ ટીમોને કામ સોંપવામાં આવેલ.

જેમાં એલસીબી ટીમ દ્વારા ભોગ બનનાર વણ ઓળખાયેલ હોય. સોશિયલ મીડિયામાં ભોગ બનનારના ફોટા વાયરલ કરી ભોગ બનનારની ઓળખ કરી ગુજરાત સરકારના અતિ મહત્ત્વના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના નેત્રમ કેમેરા તથા આણંદ શહેર તમામ કેમેરા ચેક કરતા જેમાં અલગ અલગ કડીઓ એકઠી કરવામાં આવેલ. જે આધારે હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેક્‌નીકલ ઈન્ટેલીજન્સની મદદથી કેમેરામાં જણાઈ આવેલ બાઈક તથા શંકાસ્પદ માણસની તપાસ હાથ ધરવામાં આવેલ. જેમાં સાઈન મોટર સાયકલ ટ્રેસ થયેલ. જે આધારે શકમંદ માણસો પૈકી સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પરમાર, રહે. બાંધણી, રઢુપુરા તથા વિષ્ણુભાઈ શંકરભાઈ પરમાર, રહે. બાકરોલ નાઓ શંકાના દાયરામાં જણાતા તેઓની સઘન પુછપરછ કરવામાં આવેલ. જેમાં આ બંને માણસોએ મરણ જનાર બેનની દુષ્કર્મ કરવા સારૂ લાંભવેલ નહેર ઉપર એકાંતમાં લઈ ગયેલ અને તેણીની સાથે દુષ્કર્મ કરી મોઢુ દબાવી મોત નિપજાવેલાની કબુલાત કરેલ હોય જેથી આ બંને આરોપીઓની કોવિડ-૧૯ ટેસ્ટ કરવી વિધિસર રીતે અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં એલસીબી સ્ટાફના માણસોએ સતત પાંચ દિવસ સુધી જહેમત ઉઠાવી ગુનો શોધી કાઢેલ છે.