અજાણી બિમારીથી પીડિત યુવકે પીએમને પત્ર લખી કરી ઈચ્છામૃત્યુની માંગ

ખોખરામાં રહેતા રવિ નાગર નામના વ્યક્તએ પીએમ, સીએમ અને આરોગ્યમંત્રીને પત્ર લખી પોતાની માંદગી વિશે વિગતવાર જણાવ્યું હતું, અને ઈચ્છા મૃત્યુની માગ કરી હતી. આ વિશે મળતી માહિતી પ્રમાણે, ડોક્ટરો પણ હજી સુધી ખોખરાના રવિ નાગરની બિમારીને ઓળખી શક્્યા નથી. બસ રવિ ગમે તે ડોક્ટર પાસે જાય, ત્યાં તેને દર્દીને ઘરે જઈને આરામ કરવાનું આશ્વાસન આપવામાં આવે છે.
ખોખરાનો રવિ નાગર અસહ્ય રોગ થયો હોવા છતાં પાડોશીઓની મદદથી રોજિંદી ક્રિયાઓ કરે છે. હાલ રવિના પરિવારજનોમાં ફક્ત તેની માતા જ છે અને માતાની ઊંમર પણ ૮૮ વર્ષ છે. જેઓ પણ પુરેપુરું સાંભળી શક્તા નથી. ત્યારે આખરે કંટાળીને રવિભાઇ નાગરે પીએમને પત્ર લખીને ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે.
હાલ રવિભાઇની આર્થિક હાલત પણ ખુબ ખરાબ છે, તેમના ઘરમાં કમાવવા માટે પણ કોઇ જ નથી. હાલ રવિભાઇની બિમારીને લઇને તેમના સગાવ્હાલા છેલ્લા ૧૫ વર્ષથી આર્થિક મદદ કરી રહ્યા છે.