અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા બન્યા કચ્છનાં મહેમાન, શૂટીંગ કર્યું શરુ…

કચ્છના માંડવીના કાઠડા ગામે અત્યારે અજય દેવગણ અને સોનાક્ષી સિન્હાની ફિલ્મ ભુજ- ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાનું શૂટિંગ ચાલી રહ્યું છે.

1971નાં યુદ્ધ પર આધારિત આ ફિલ્મના શૂટિંગ માટે કાઠડા ગામમાં ભુજ એરબેઝનો સેટ તૈયાર કરાયો છે. ફિલ્મના શૂટિંગમાં ભાગ લેવા અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા પણ આવી પહોંચ્યા છે. તેમણે કાઠડા ગામમાં આવેલા સોનલ માતા મંદિરના દર્શન કર્યા. ફિલ્મના કલાકારો અને અન્ય સ્ટાફ માટે માંડવીના બીચ રિસોર્ટમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે.