અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખાસ તસવીર શેર કરી છે.

અજય દેવગણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ખાસ તસવીર શેર કરી છે. જેમાં તે રોહિત શેટ્ટી અને કરણ જાહરની સાથે નજર આવે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે આ સિંઘમની ફ્રેન્ચાઇઝી ફિલ્મો અંગે છે. રોહિત શેટ્ટીનાં ડિરેક્શનમાં બનેલી અને બનવા જઇ રહેલી ફિલ્મો અને તેનાં સુપરસ્ટાર્સ એક સાથે નજર આવી રહ્યાં છે. અજય દેવગણ, રણવીર સિંઘ અને અક્ષય કુમાર એક જ ફ્રેમમાં છે. રોહિત શેટ્ટીએ સૌથી પહેલાં ‘સિંઘમ’ બનાવી અને તે બાદ અજય દેવગણની સાથે જ તેણે ‘સિંઘમ રિટર્ન’ બનાવી. આ જ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ આવી ‘સિંબા’ જેમાં લિડ એક્ટર હતો રણવીર સિંઘ પણ ફિલ્મમાં અજય દેવગણનો નાનકડો રોલ છે જે ફિલ્મની હાઇલાઇટ છે