અચ્છે દિન યથાવત! સતત દસમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો…

20

ન્યુ દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. લંડન એક્સપ્રેસમાં બ્રેંટ ક્રૂડનો ભાવ ૬૪ ડૉલર પ્રતિ બેરલને પાર કરી ગયો છે. બીજી તરફ સ્થાનિક બજારોમાં આજે સતત ૧૦મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગેલી જોવા મળી રહી છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ ૩૪ પૈસા પ્રતિ લીટર વધીને ૮૯.૮૮ રૂપિયા પર આવી ગયું. ડીઝલ પણ ૩૨ પૈસાના છલાંગ સાથે ૮૦.૨૭ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું. હાલમાં લગભગ દરેક શહેરમાં બંને ઇંધણોના ભાવ ઓલ ટાઇમ હાઇ પર ચાલી રહ્યા છે.
વિદેશી કરન્સી દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે ૬ વાગ્યાથી જ નવા દર લાગું થઈ જાય છે.