અખિલેશ અને માયાવતીનો કંટ્રોલ મોદીજીના હાથમાં છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે BJP સામે ટક્કર લઈ રહી છે. મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કહી હતી. પરંતુ કોંગ્રેસે ત્રણ વર્ષની અંદર જ તેમના આ ગુબ્બારાને ફોડી નાંખ્યો, હું મોદીથી ડરવાનો નથી. કોંગ્રેસે જ મોદી સરકારનું સત્ય સૌની સામે ઉજાગર કર્યું છે.

રાહુલ ગાંધીએ SP અને BSP પર હુમલો કરતા કહ્યું હતું કે, આ બંને પાર્ટીઓ મોદી વિરુદ્ધ ક્યારેય સામે નહીં આવશે. અખિલેશ અને માયાવતીનો કંટ્રોલ મોદીજીના હાથમાં છે, પરંતુ મોદી મારા પર દબાણ ન બનાવી શકે, કારણ કે મારી કોઈ હિસ્ટ્રી નથી, SP-BSPની હિસ્ટ્રી છે.

કોંગ્રેસ અધ્યક્ષે જનસભા સંબોધિત કરતા કહ્યું હતું કે, ચોકીદારમાં દમ નથી. નીરવ મોદી દેશના પૈસા લઈને ભાગી ગયો છે તેણે જેલમાં હોવું જોઈએ, ખેડૂતોએ નહીં. 2019માં અમે કાયદો બનાવીશું કે દેવા ભરપાઈ ન કરનારા ખેડૂતોને જેલમાં નહીં મોકલી શકાશે.