અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગઃ કોઇ જાનહાનહી નહિ

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલા નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.
અંકલેશ્વર Âસ્થત ભંગારના ગોડાઉનમાં લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. જેને પગલે ગોડાઉન માલિક સ્થળ પર પહોંચી ગયો હતો. જાકે આગની ઘટનામાં કોઇ જાનહાની ન થઇ હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.